ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી હાર, શર્મનાક રેકોર્ડ નોંધાયો



ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી હાર, શર્મનાક રેકોર્ડ નોંધાયો



ચેન્નાઈ અને પંજાબ સામે કારમી હાર બાદ શર્મનાક રેકોર્ડનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલ 2026માં CSK સતત બીજી હાર ભોગવી રહી છે. પંજાબ સામે 5 વિકેટથી પરાજય બાદ ટીમ પર દબાણ વધ્યું છે.
ચેન્નાઈના ચેપક ખાતે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું. કેપ્ટન અયૈર એ અડધી સદી ફટકારીને ટીમને જીત સુધી પહોંચાડી.
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 209 રનનો મોટો સ્કોર ઉભો કર્યો હતો. છતાં, પંજાબ કિંગ્સે 19મી ઓવરમાં જ 5 વિકેટ ગુમાવીને 210 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
આ હાર સાથે CSK એ અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે. IPL 2022 પછી આ બીજી વખત છે જ્યારે ટીમે સિઝનની શરૂઆતની બંને મેચ ગુમાવી છે. વધુમાં, પંજાબ સામે 200થી વધુ રન બનાવ્યા બાદ CSK આ સુધીમાં છ વખત આવી સ્થિતિમાં આવી છે, જેમાંથી પાંચ વખત તેને હારનો સામનો કરવો પડ્યો છે. ખાસ વાત એ છે કે T20 ક્રિકેટમાં કોઈ એક જ ટીમ સામે 200+ રન બનાવ્યા બાદ સૌથી વધુ હારનો આ નવો રેકોર્ડ છે.
આ મેચ માત્ર જીત-હાર સુધી મર્યાદિત રહી નથી, પરંતુ આંકડાકીય રીતે પણ ખાસ રહી છે. એક તરફ પંજાબ કિંગ્સે ટોચ પર પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે, તો બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સતત બીજી હાર અનેક પ્રશ્નો ઉભા કરે છે, કારણ કે ટીમ હાલ પોઈન્ટ ટેબલના તળિયે પહોંચી ગઈ છે.




