CSK vs RR: CSKએ રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો



CSK vs RR: CSKએ રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ આપ્યો



CSK vs RR IPL 2026 Live Score Update: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની ત્રીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા CSK 127 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. રાજસ્થાન રોયલ્સે જીતવા માટે 128 રન બનાવવાના છે. RRએ ટોસ જીતીને CSKને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
RRના બોલરોએ વરસાદને કારણે પીચ પર ભેજનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને CSKના બેટ્સમેનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફાસ્ટ બોલરો હોય કે સ્પિનરો, CSKના બેટ્સમેનોને RRના કોઈપણ બોલરનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
સંજુ સેમસન અને રુતુરાજ ગાયકવાડ CSKને મજબૂત શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા હતા. બંનેએ 6-6 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા આયુષ મ્હાત્રે ખાતું પણ ખોલી શક્યા નહીં. મેથ્યુ શોર્ટ પણ 2 રન બનાવી આઉટ થયા હતા. ટીમના ટોચના ચાર બેટ્સમેનમાંથી કોઈ પણ બે આંકડા સુધી પહોંચી શક્યું નહીં. ટીમ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવતી રહી અને 19.4 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આઠમા નંબરે બેટિંગ કરવા આવતા જેમી ઓવરટને એકલા હાથે ટીમ માટે લડત આપી હતી તેમણે દસમી વિકેટ માટે અંશુલ કંબોજ (અણનમ 7) સાથે મળીને ટીમના 127 રનની ભાગીદારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેમાં 36 બોલમાં 43 રન બનાવ્યા હતા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. અંતિમ ઓવરના ચોથા બોલ પર રન આઉટ થતાં પહેલાં ઓવરટને અંશુલ કંબોજ (અણનમ 7) સાથે દસમી વિકેટ માટે 33 રન ઉમેર્યા હતા. સરફરાઝ ખાને પણ 17 અને કાર્તિક શર્માએ 18 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ માટે જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ, નાંદ્રે બર્ગરે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.




