Get News Alerts

Never miss breaking news updates.

EPFO Rules: વિદેશમાં શિફ્ટ થયા બાદ PF એકાઉન્ટનું શું થાય? જાણો EPFOના નિયમો અને ટેક્સનું સંપૂર્ણ ગણિત

EPFO Rules: ઘણા ભારતીયો નોકરી, બિઝનેસ અથવા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં શિફ્ટ થાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ભારતમાં ચાલતું PF (Provident Fund) એકાઉન્ટનું શું થશે? શું PF એકાઉન્ટ બંધ થઈ જાય છે? શું તેમાં વ્યાજ મળતું રહે છે? અને વિદેશમાં રહીને PF કેવી રીતે ઉપાડી શકાય? EPFOના નિયમો અનુસાર, વિદેશ જતાં PF એકાઉન્ટ બંધ થતું નથી, પરંતુ તેના કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ સમગ્ર પ્રક્રિયા.
R Gajjar
R GajjarUpdated on: 19 May 2026 11:53 AM IST
EPFO Rules: વિદેશમાં શિફ્ટ થયા બાદ PF એકાઉન્ટનું શું થાય? જાણો EPFOના નિયમો અને ટેક્સનું સંપૂર્ણ ગણિતEPFO Rules: વિદેશમાં શિફ્ટ થયા બાદ PF એકાઉન્ટનું શું થાય? જાણો EPFOના નિયમો અને ટેક્સનું સંપૂર્ણ ગણિત

EPFO Rules: ઘણા ભારતીયો નોકરી, બિઝનેસ અથવા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં શિફ્ટ થાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ભારતમાં ચાલતું PF (Provident Fund) એકાઉન્ટનું શું થશે? શું PF એકાઉન્ટ બંધ થઈ જાય છે? શું તેમાં વ્યાજ મળતું રહે છે? અને વિદેશમાં રહીને PF કેવી રીતે ઉપાડી શકાય? EPFOના નિયમો અનુસાર, વિદેશ જતાં PF એકાઉન્ટ બંધ થતું નથી, પરંતુ તેના કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ સમગ્ર પ્રક્રિયા.

વિદેશ જતાં PF એકાઉન્ટ બંધ થાય છે?
ના. જો કોઈ વ્યક્તિ NRI બને તો પણ તેનું PF એકાઉન્ટ બંધ, ફ્રીઝ અથવા રદ થતું નથી. કંપની તરફથી Contribution બંધ થઈ શકે છે, પરંતુ PF ખાતામાં પહેલેથી જમા થયેલી રકમ પર EPFO દ્વારા નક્કી કરાયેલ વ્યાજ મળતું રહે છે.

ISSA એગ્રીમેન્ટનો શું લાભ?
જો તમે એવા દેશમાં શિફ્ટ થાઓ છો જ્યાં ભારત સાથે International Social Security Agreement (ISSA) છે, તો તમે PFની રકમ ત્યાંના સોશિયલ સિક્યુરિટી સિસ્ટમમાં ટ્રાન્સફર પણ કરી શકો છો.

ભારતનો ISSA કરાર નીચેના દેશો સહિત ઘણા દેશો સાથે છે

  • જર્મની
  • ફ્રાન્સ
  • બેલ્જિયમ
  • સ્વિટ્ઝર્લેન્ડ
  • નેધરલેન્ડ

આ કરાર ખાસ કરીને વિદેશમાં કામ કરતા ભારતીય કર્મચારીઓના હિતોને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યો છે.

NRI માટે PF ઉપાડવાના નિયમો
જો કોઈ NRI પોતાનો PF ઉપાડવા માંગે છે, તો EPFOના રેકોર્ડમાં પોતાનું સ્ટેટસ અપડેટ કરવું જરૂરી છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • પાસપોર્ટની નકલ (વીજા સ્ટેમ્પ સાથે)
  • વિદેશી સરનામાનો પુરાવો
  • એક્ટિવ ભારતીય બેંક એકાઉન્ટ
  • PAN કાર્ડ
  • નોકરી છોડ્યાનું સર્ટિફિકેટ અથવા Employerનું પ્રમાણપત્ર

PF પર ટેક્સ ક્યારે લાગશે?
PF ઉપાડ પર ટેક્સ લાગશે કે નહીં તે તમારી નોકરીના સમયગાળા પર આધારિત છે.

5 વર્ષથી વધુ નોકરી
જો તમે ભારતમાં સતત 5 વર્ષ અથવા વધુ સમય નોકરી કરી હોય, તો PF ઉપાડ સંપૂર્ણ ટેક્સ ફ્રી રહેશે.

5 વર્ષથી ઓછી નોકરી:

  • PAN કાર્ડ હોય તો 10% TDS કપાશે
  • PAN ન હોય તો વધુ ટેક્સ લાગવાની શક્યતા
  • વિદેશમાં રહીને PF ઓનલાઇન કેવી રીતે ઉપાડવો?

NRI સભ્યો EPFO Member Portal મારફતે સરળતાથી ઓનલાઇન ક્લેમ કરી શકે છે.

Step-by-Step પ્રક્રિયા

  • UAN નંબર અને પાસવર્ડથી EPFO પોર્ટલમાં Login કરો
  • Online Claim વિભાગમાં જઈને:
  • PF માટે Form 19
  • Pension માટે Form 10C પસંદ કરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • ફોર્મ Submit કરો

વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે 7થી 10 વર્કિંગ દિવસમાં PFની રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.

NRI માટે મહત્વની સલાહ
વિદેશ જતાં પહેલાં તમારું ખાતાનું KYC અપડેટ, PAN લિંક, બેંક ડીટેઈલ્સ, મોબાઇલ નંબર અને ઈમેલ અપડેટ રાખવું ખૂબ જરૂરી છે, જેથી ભવિષ્યમાં PF ઉપાડવામાં કોઈ મુશ્કેલી ન આવે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com