ડાબર ઇન્ડિયાના પ્લાન્ટ પર USFDAના ગંભીર આરોપ, વેરહાઉસમાં મળી પક્ષીઓની બીટ; કંપનીએ આપી સ્પષ્ટતા



AI Generated Images
ડાબર ઇન્ડિયાના પ્લાન્ટ પર USFDAના ગંભીર આરોપ, વેરહાઉસમાં મળી પક્ષીઓની બીટ; કંપનીએ આપી સ્પષ્ટતા



AI Generated Images
Dabur India USFDA Report: આયુર્વેદિક અને હેલ્થકેર પ્રોડક્ટ્સ માટે જાણીતી ડાબર ઇન્ડિયા ફરી એકવાર ચર્ચામાં આવી છે. અમેરિકાની ખાદ્ય અને ઔષધિ નિયામક સંસ્થા USFDA (યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) એ ડાબરના સિલવાસા સ્થિત પ્લાન્ટમાં અનેક ગંભીર ખામીઓ હોવાનું જણાવ્યું છે. આ ખુલાસા બાદ કંપનીના શેરમાં પણ દબાણ જોવા મળ્યું હતું.

USFDAએ શું આરોપ લગાવ્યા?
USFDA દ્વારા જાન્યુઆરી 2026માં કરવામાં આવેલી તપાસ દરમિયાન પ્લાન્ટમાં મેન્ટેનન્સ, ડેટા ઇન્ટિગ્રિટી અને મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયાઓમાં ખામીઓ મળી હોવાનું જણાવાયું છે. રિપોર્ટ મુજબ કેટલાક મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ્સમાં ગેરરીતિઓ જોવા મળી હતી. તપાસ દરમિયાન કાચા માલના વેરહાઉસમાં પેકેજિંગ મટિરિયલની નજીક પક્ષીઓની બીટ પણ મળી આવી હોવાનું USFDAએ દાવો કર્યો છે. ઉપરાંત, કંપનીના કેટલાક સેમ્પલ્સ રેકોર્ડમાં પાસ દર્શાવવામાં આવ્યા હોવા છતાં તપાસકર્તાઓને તેમાં કન્ટામિનેશન જોવા મળ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.
શેરબજારમાં જોવા મળી અસર
USFDAની રિપોર્ટ બહાર આવ્યા બાદ મંગળવારે ડાબર ઇન્ડિયાના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે દિવસના અંતે શેર થોડા સુધારા સાથે બંધ થયા હતા. કંપનીના શેર 420.35 રૂપિયાના સ્તરે ખુલ્યા હતા અને દિવસ દરમિયાન 419.90 રૂપિયાના નીચલા સ્તરથી લઈને 426.80 રૂપિયાના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યા હતા.
ડાબર ઇન્ડિયાનો જવાબ
USFDAના આક્ષેપો બાદ ડાબર ઇન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું કે સિલવાસા પ્લાન્ટમાં મુખ્યત્વે નિકાસ માટે પેટ્રોલિયમ જેલીનું ઉત્પાદન થાય છે અને તપાસ દરમિયાન મળેલી પક્ષીઓની બીટ ઉત્પાદન વિસ્તારથી ઘણાં દૂર હતી. કંપનીએ દાવો કર્યો કે તપાસ દરમિયાન કોઈપણ તૈયાર પ્રોડક્ટમાં ગુણવત્તા સંબંધિત ખામી મળી નથી. ઉપરાંત, USFDA દ્વારા સૂચવાયેલા તમામ સુધારાત્મક પગલાં અમલમાં મૂકવામાં આવી રહ્યા હોવાનું પણ ડાબરે જણાવ્યું.
અગાઉ પણ તપાસના ઘેરામાં આવી ચૂકી છે કંપની
ડાબર ઇન્ડિયા અમેરિકન બજારમાં મોટી માત્રામાં આયુર્વેદિક અને હેલ્થકેર પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. તેથી USFDAની આવી ટિપ્પણીઓ કંપનીની વૈશ્વિક પ્રતિષ્ઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



