અકસ્માતગ્રસ્ત રિક્ષામાંથી રસ્તા પર કેફી પીણુંની થેલીઓ પડી, આસપાસના લોકો આશ્ચર્યચકિત



અકસ્માતગ્રસ્ત રિક્ષામાંથી રસ્તા પર કેફી પીણુંની થેલીઓ પડી, આસપાસના લોકો આશ્ચર્યચકિત



અમરેલી : અમરેલીના મોરવાડ નજીક બાઈક અને રીક્ષાનો અકસ્મતા થયો હતો. તેમાં રિક્ષા અને બાઈક ચાલકને બંન્ને ઈજા પહોંચી હતી. જેના લીધે બંન્ને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે રીક્ષાનો અકસ્માત થયો ત્યારે રીક્ષાની પાછળની સીડ પરથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. લોકોમાં ચકચાર મચી ગયા હતા જેના કારણે પોલીસે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આજે બપોરે મોરવાડ નજીક બાઈક અને રિક્ષા ચાલકનો જોરદાર અકસ્માત થયો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે આસપાસના લોકો તાત્કાલિક તેમની મદદ માટે દોડી આવ્યા હતા. 108 મારફતે બાઈક ચાલક અને રિક્ષા ચાલકને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે લોકોએ રિક્ષામાંથી દેશી દારુની પોટલા રોડ ઉપર ભ રેલા કોથળા બહાર દેખાયા ત્યારે લોકો પણ ચોકી ગયા હતા. અને પોલીસ ઘટના સ્થળ પર આવીને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં કેટલાક વીડિયો વાયુવેગે વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકસ્માતગ્રસ્ત રીક્ષામાં મોટા પ્રમાણમાં કેફી પીણુંની થેલીઓ ભરેલી હતી. અકસ્માત થતા આ પોટલીઓ રસ્તા પર વેરાઈ ગઈ હતી. એક વીડિયોમાં ઇજાગ્રસ્ત રીક્ષા ચાલક લોકો પાસે હાથ જોડીને માફી માંગતો પણ નજરે પડે છે.




