Get News Alerts

Never miss breaking news updates.

BCCIએ રિયાન પરાગ વેપિંગ વિવાદેમાં પર 25% દંડ ફટકાર્યો

પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ કેમેરામાં વેપિંગ કરતા જોવા મળતા વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ બોર્ડે કડક કાર્યવાહી કરતા પરાગ પર મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 Apr 2026 03:55 PM IST
BCCIએ રિયાન પરાગ  વેપિંગ વિવાદેમાં પર 25% દંડ ફટકાર્યોBCCIએ રિયાન પરાગ  વેપિંગ વિવાદેમાં પર 25% દંડ ફટકાર્યો

આઈપીએલમ દરમિયાન મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ કેમેરામાં વેપિંગ કરતા જોવા મળતા વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ બોર્ડે કડક કાર્યવાહી કરતા પરાગ પર મેચ ફીના 25 ટકા દંડ ફટકાર્યો છે.

મેચ દરમિયાન થયેલી આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી, જેના કારણે ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી.  બીસીસીઆઈએ આ મામલાને ગંભીરતાથી લઈને રાજસ્થાન રોયલ્સ સામે પણ વધુ કડક પગલાં લેવાની સંભાવના દર્શાવી છે. બોર્ડ હાલમાં સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.

આ ઘટનાએ IPL જેવી પ્રતિષ્ઠિત લીગમાં ખેલાડીઓના વર્તન અંગે ફરી પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને યુવા ખેલાડીઓ માટે આ પ્રકારની ઘટનાઓ નકારાત્મક સંદેશ આપે છે તેવું માનવામાં આવે છે.

હાલમાં BCCI તરફથી વધુ કાર્યવાહી અંગેનો અંતિમ નિર્ણય તપાસ પૂર્ણ થયા બાદ લેવાશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.