વધુ એક રાહત! 16 હજાર મેટ્રિક ટન LPG સાથે “જગ વસંત” વાડીનાર પોર્ટ પર લાગર્યું



વધુ એક રાહત! 16 હજાર મેટ્રિક ટન LPG સાથે “જગ વસંત” વાડીનાર પોર્ટ પર લાગર્યું



દેવભૂમિ દ્વારકાના વાડીનાર પોર્ટથી મોટી રાહતના સમાચાર આવ્યા છે. મિડલ ઈસ્ટમાં ઈઝરાઇલ-ઈરાન તણાવ અને યુદ્ધને કારણે અટકી ગયેલ ઈંધણ અને ગેસના પુરવઠામાં હવે રાહતના ધારા શરૂ થઇ રહ્યા છે.
જગ વસંત નામના વિશાળ જહાજમાં આશરે 16,000 મેટ્રિક ટન LPG લાવાયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે ભારત તરફ આવતા આ જહાજના આગમનથી દેશના ઘરેલુ ગેસ પુરવઠા માટે મોટી રાહત મળી રહી છે.
જણાવ્યા મુજબ, જગ વસંત જહાજ વાડીનાર પોર્ટથી લગભગ 10 નોટિકલ માઇલ દૂર એન્કરીંગ કર્યું છે. પોર્ટ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે અને LPGનું લોડિંગ કામગીરી ઝડપથી ચાલી રહ્યું છે. આ જથ્થો પછી નાના ટગ “રોઝ” દ્વારા દેશભરમાં ગેસ સપ્લાય માટે વહન કરવામાં આવશે.
વિશ્વમાં તણાવ છવાયેલા હોવા છતાં, ભારતમાં ગેસ સપ્લાયને મજબૂત બનાવવાના પ્રયાસો જોરદાર છે. આગામી દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવા જહાજોની આવક ચાલુ રહેવાની શક્યતા છે, જે દેશના ઈંધણ અને ગેસ પુરવઠાને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બનાવશે.
આ જહાજના આગમનથી સામાન્ય જનજીવન પર પણ સકારાત્મક અસર પડશે અને વપરાશકર્તાઓને ગેસ પુરવઠા અંગેની ચિંતામાં ઘટાડો થશે.




