Get News Alerts

Never miss breaking news updates.

અમેરિકાનું નરમ વલણ: રશિયન ટેન્કર ક્યુબા જવા આપી મંજૂરી

ક્યુબા હાલમાં તેના ઈતિહાસના સૌથી ગંભીર બળતણ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. વીજળી કાપ, વાહનવ્યવહાર ખોરવાઈ જવું અને રોજબરોજની જરૂરિયાતોને પહોંચી વળવામાં લોકો તકલીફ અનુભવી રહ્યા છે. રશિયન ટેન્કર આ સંકટને થોડક રાહત આપી શકે છે અને દેશના અસ્તવ્યસ્ત જીવનમાં કામચલાઉ સહાય પહોંચાડી શકે છે.
Admin
AdminUpdated on: 30 Mar 2026 01:08 PM IST
અમેરિકાનું નરમ વલણ: રશિયન ટેન્કર ક્યુબા જવા આપી મંજૂરીઅમેરિકાનું નરમ વલણ: રશિયન ટેન્કર ક્યુબા જવા આપી મંજૂરી

લાંબા સમયથી ક્યુબા પર કડક આર્થિક પ્રતિબંધો લાદનાર અમેરિકા અચાનક નરમ વલણ અપનાવી રહ્યું છે. રિપોર્ટ મુજબ, રશિયાના એક વિશાળ તેલ ટેન્કરને ક્યુબા જવા માટે યુનાઈટેડ સ્ટેટ્સ કોસ્ટ ગાર્ડે કોઈ અટકાવે તેવી કાર્યવાહી નથી કરી. આ પગલાને વૈશ્વિક રાજનીતિમાં અમેરિકાના બદલાતા વલણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યું છે.

આ રશિયન ટેન્કર અંદાજે 7,30,000 બેરલ ક્રૂડ ઓઇલ સાથે ક્યુબાના દરિયાકિનારા નજીક પહોંચી રહ્યો છે. રવિવાર સાંજ સુધીમાં તે ક્યુબાની જળસીમામાં પ્રવેશી શકે તેવી શક્યતા છે. આ જથ્થો ક્યુબાની અર્થવ્યવસ્થાને તાત્કાલિક કામચલાઉ “ઓક્સિજન” પૂરો પાડશે અને દેશના બળતણ સંકટમાં રાહત લાવશે.

ક્યુબા હાલમાં તેના ઈતિહાસના સૌથી ગંભીર બળતણ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. વીજળી કાપ, વાહનવ્યવહાર ખોરવાઈ જવું અને રોજબરોજની જરૂરિયાતોને પહોંચી વળવામાં લોકો તકલીફ અનુભવી રહ્યા છે. રશિયન ટેન્કર આ સંકટને થોડક રાહત આપી શકે છે અને દેશના અસ્તવ્યસ્ત જીવનમાં કામચલાઉ સહાય પહોંચાડી શકે છે.

જાન્યુઆરીથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ક્યુબાને મળતા તેલ પુરવઠા પર કડક નિયંત્રણો લગાવ્યા હતા. પહેલા અમેરિકાએ ક્યુબાને મદદ કરનારા દેશોને ચેતવણી આપી હતી અને અનેક ટેન્કરોને રોકી દીધા હતા. પરંતુ હાલમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવના કારણે, વૈશ્વિક બળતણ બજારમાં ઊંચા ભાવ જોવા મળ્યા છે. આ દબાણને ધ્યાનમાં રાખીને, અમેરિકાએ રશિયન તેલના વેચાણ માટે 30 દિવસનું વિશેષ “સામાન્ય લાયસન્સ” જાહેર કર્યું છે.

અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે, હાલ રશિયન ટેન્કરને રોકવા માટે વોશિંગ્ટન તરફથી કોઈ સ્પષ્ટ આદેશ મળ્યો નથી. આ છૂટછાટ કાયમી છે કે માત્ર વર્તમાન તણાવને શાંત કરવા માટે લેવામાં આવેલ કામચલાઉ પગલું છે, તે સ્પષ્ટ નથી. તણાવ અને યુદ્ધની સ્થિતિએ રશિયા અને ક્યુબા જેવા દેશો માટે નવી તકો ઉભી કરી છે, જ્યાં અમેરિકાએ મજબૂરીમાં નમતું જોખવું પડ્યું છે.

વિશ્વ મિડિયા અને અર્થવ્યવસ્થા નિષ્ણાતો માને છે કે, હોરમુઝ અને પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે આ ટેન્કરનું આગમન વૈશ્વિક બળતણ બજાર અને ઊર્જા પુરવઠા પર સીધી અસર કરશે. ક્યુબા માટે આ ટેન્કર તાત્કાલિક રાહત લાવનાર પગલું સાબિત થશે, અને દેશના બળતણ સંકટને થોડું આસાર અપાવશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.