મમતા બેનર્જીનો મોટો દાવો - 200થી વધુ સીટ જીતીશું, કાઉન્ટિંગ એજન્ટને કેન્દ્ર પર રહેવા સૂચના



ફાઇલ તસવીર
મમતા બેનર્જીનો મોટો દાવો - 200થી વધુ સીટ જીતીશું, કાઉન્ટિંગ એજન્ટને કેન્દ્ર પર રહેવા સૂચના



ફાઇલ તસવીર
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થાય તેના બે દિવસ પહેલાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટો દાવો કર્યો છે. શનિવારે મમતા બેનર્જી અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટો સાથે એક મહત્વની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની 294 વિધાસનભા સીટોમાંથી તૃણમૂલ કોંગ્રેસ 200થી વધુ સીટ પર ઐતિહાસિક જીત મેળવવા જઈ રહી છે.
કાઉન્ટિંગ એજન્ટ મેદાન ન છોડેઃ મમતા બેનર્જી
મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ મતગણતરી કેન્દ્ર પર તૈનાત રહેનારા કાઉન્ટિંગ એજન્ટોને સ્પષ્ટ આદેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે, મતગણતરીના દિવસે તમામ એજન્ટ કેન્દ્ર પર નિયમિત રૂપે હાજર રહે. સાથે જ પળેપળની મતગણતરી કેન્દ્રની જાણકારી પાર્ટીને આપતા રહે. મમતા બેનર્જીએ કહ્યું કે, જ્યાં સુધી મતગણતરીની પ્રકિયા પૂરી ન થઈ જાય, ત્યાં સુધી એકપણ એજન્ટ કેન્દ્ર છોડીને બહાર ન જાય.
દીદીએ એક્ઝિટ પોલ્સને નકાર્યા
મુખ્યમંત્રીએ તમામ જાહેર થયેલા એક્ઝિટ પોલ્સને નકારી કાઢ્યા છે. કેટલાક એક્ઝિટ પોલ્સમાં ભાજપને બહુમતી મળતી દેખાડવામાં આવી હતી. આ મામલે મમતા બેનર્જીએ કહ્યું કે, આ બધું શેરબજારને પ્રભાવિત કરવા માટેનું કાવતરું છે. તેમણે 2021 અને 2024ની ચૂંટણીમાં પણ આવો જ પ્રોપગેન્ડા ચલાવ્યો હતો. સીએમ દીદીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોએ ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓ સાથે બર્બરતાભર્યો વ્યવહાર કર્યો છે. તેમણે વચન આપ્યું છે કે, સંકટના સમયમાં પાર્ટી સાથે ખડે પગે રહેનારા કાર્યકર્તાઓને ભવિષ્યમાં ઇનામ આપવામાં આવશે.
ગઠબંધનનું સમીકરણ
તૃણમૂલ કોંગ્રેસે આ ચૂંટણીમાં 291 સીટ પર ઉમેદવાર ઉતાર્યા છે. બાકી ત્રણ સીટ પર ચૂંટણી સહયોગી ભારતીય ગોરખા પ્રજાતાંત્રિક મોરચા પાર્ટી લડી રહી છે. બેનર્જીને ભરોસો છે કે, તેમનું આ ગઠબંધન ભારે બહુમત સાથે સત્તામાં વાપસી કરશે. દક્ષિણ 24 પરગણાના મગરાહાટ પશ્ચિમ અને ડાયમંડ હાર્બર જેવા વિસ્તારમાં પુનર્મતદાન વચ્ચે મમતા બેનર્જીનો આ આત્મવિશ્વાસ પાર્ટીના કાર્યકર્તાઓમાં એક નવો જુસ્સો ભરી રહી છે.




