Get News Alerts

Never miss breaking news updates.

BJP કે તૃણમૂલ કોંગ્રેસ? બંગાળમાં કોની જીત અપાવશે શેરબજારને બૂસ્ટર ડોઝ

West Bengal Election Result: પશ્ચિમ બંગાળ વિધાનસભાનું રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે. આ પરિણામ સત્તા પર કોણ આવશે તે જ નહીં પણ શેરબજારની દિશા પણ નક્કી કરશો. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે એક રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, પશ્ચિમ બંગાળ, કેરળ અને આસામના ચૂંટણી પરિણામ બજાર પર એક શોર્ટ ટર્મ ટ્રિગરની રીતે કામ કરશે. તેમાં સૌથી મહત્વનું છે પશ્ચિમ બંગાળ. સૌની નજર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પર અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે થનારી ટક્કર પર છે.
Admin
AdminUpdated on: 03 May 2026 04:24 PM IST
BJP કે તૃણમૂલ કોંગ્રેસ? બંગાળમાં કોની જીત અપાવશે શેરબજારને બૂસ્ટર ડોઝBJP કે તૃણમૂલ કોંગ્રેસ? બંગાળમાં કોની જીત અપાવશે શેરબજારને બૂસ્ટર ડોઝ

ફાઇલ તસવીર

West Bengal Election Result: પશ્ચિમ બંગાળ વિધાનસભાનું રિઝલ્ટ આવતીકાલે જાહેર થશે. આ પરિણામ સત્તા પર કોણ આવશે તે જ નહીં પણ શેરબજારની દિશા પણ નક્કી કરશો. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે એક રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, પશ્ચિમ બંગાળ, કેરળ અને આસામના ચૂંટણી પરિણામ બજાર પર એક શોર્ટ ટર્મ ટ્રિગરની રીતે કામ કરશે. તેમાં સૌથી મહત્વનું છે પશ્ચિમ બંગાળ. સૌની નજર મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પર અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે થનારી ટક્કર પર છે.

કોટકના રિપોર્ટ પ્રમાણે, જો પશ્ચિમ બંગાળમાં બીજેપીની જીત થાય છે તો શેરબજારમાં એક મજબૂત પોઝિટિવ રિએક્શન જોવા મળશે. ભાજપની જીત કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારી રીતે તાલમેલ અને વિકાસના એજન્ડાનો સંકેત હશે. જો એક્ઝિટ પોલના રિઝલ્ટ પ્રમાણે, બીજેપી બંગાળમાં મજબૂત થાય છે તો 4થી મેએ શેરબજારમાં એક મોટો ઉછાળો જોવા મળશે. આ તેજી મનોવૈજ્ઞાનિક રીતે રોકાણકારોના વિશ્વાસને મજબૂત કરશે, તેનાથી શોર્ટ ટર્મમાં નિફ્ટી અને સેન્સેક્સનો જુસ્સો વધી શકે છે.

દીદીની વાપસી માર્કેટનો મૂડ બગાડશે
બજારના વિશેષજ્ઞોનું માનવું છે કે, જો મમતા બેનર્જી સત્તા બચાવવામાં ફાવી જાય છે તો, બજાર તેને યથાશક્તિના રૂપમાં રિએક્ટ કરશે.આવી સ્થિતિમાં માર્કેટ ડાઉન નહીં થાય, પણ ભાજપની જીતનો ઉત્સાહ ગાયબ થઈ શકે છે. આ સ્થિતિમાં રોકાણકારોનું ધ્યાન તાત્કાલિક રાજનીતિથી હટીને વૈશ્વિક સંકેતો અને ક્રૂડ ઓઇલની કિંમતો પર કેન્દ્રિત થશે.

ચૂંટણીની જીત માટે ક્રૂડ ઓઇલ કાંટો બનશે?
ચૂંટણીના પરિણામ આવતા શરૂઆતમાં બજારમાં ઉછાળો જોવા મળશે, પરંતુ કોટકે એક મોટી ચેતવણી પણ આપી છે. બ્રોકરેજ પ્રમાણે, જો ભાજપ જીતે છે તો ચૂંટણીની જીતના જશ્નમાં બજાર સારું દોડશે પણ ઓછા સમય માટે. જોખમ કાચા તેલની કિંમતોમાં સંતાયેલું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ ફરી 100 ડોલર પાર પહોંચી શકે છે. વધતી તેલની કિંમતો ભારતીય અર્થવ્યવસ્થા માટે એક મોટી સમસ્યા છે. જો તેલની કિંમતો વધુ ઉપર જશે તો, ચૂંટણી પરિણામોથી મળનારી રાહત બહુ ઝડપથી પૂરી થઈ જશે અને બજાર ફરીથી સમેટાઇ જશે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.