મમતાના વિધાનસભા ક્ષેત્રના સ્ટ્રોંગ રૂમ બહાર હોબાળો, TMCનો આરોપ - ભાજપના ઝંડાવાળા વાહનો ઘૂસ્યા



ફાઇલ તસવીર
મમતાના વિધાનસભા ક્ષેત્રના સ્ટ્રોંગ રૂમ બહાર હોબાળો, TMCનો આરોપ - ભાજપના ઝંડાવાળા વાહનો ઘૂસ્યા



ફાઇલ તસવીર
West Bengal Elections Controversy: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભવાનીપુર વિધાનસભા ક્ષેત્રના મતગણતરી કેન્દ્ર બહાર રવિવારે હોબાળો મચ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના ઝંડાવાળા બે વાહનોને તે પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, જ્યાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન રાખવામાં આવ્યા છે.
આ ઘટનાના એક દિવસ પહેલાં મમતા બેનર્જીએ સખાવત બાલિકા વિદ્યાલયના મતગણતરી કેન્દ્ર બહાર ચાર કલાક ધરણાં કર્યા હતા. તેમણે સ્ટ્રોંગ રૂમમાં ગેરકાયદેસર લોકોને પ્રવેશ આપવાનો આરોપ લગાવ્યો છે.
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા પર ભાજપ-ટીએમસી કાર્યકર્તાઓની નજર
મતદાન પૂરું થયા પછી હવે પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સત્તા મેળવવા માટે તણાવ વધી ગયો છે. બંને પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ રાજ્યભરમાં સ્ટ્રોંગ રૂમની સુરક્ષા પર નજર રાખી રહ્યા છે, જ્યાં ઉમેદવારોની કિસ્મત ઇવીએમમાં બંધ છે. ભારે બહુમતી સાથે જીતનો વિશ્વાસ હોવા છતાં મમતા બેનર્જીએ કેટલીયવાર મતગણતરી કેન્દ્રમાં ગરબડ અને ઇવીએમમાં છેડછાડની આશંકા વ્યક્ત કરી છે.
ટીએમસી કાર્યકર્તાઓએ કયા કયા આરોપ લગાવ્યાં?
રવિવારે સવારે ટીએમસી કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે, ભાજપના ઝંડાવાળી બે ગાડીઓ પરિસરમાં ઘુસી ગઈ હતી અને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી ગઈ હતી. એક કાર્યકર્તાએ કહ્યુ હતુ કે, વગર ઓળખપત્રએ કોઈને અંદર જવાની પરવાનગી નથી. તેમ છતાં આ વાહનનો કેવી રીતે પ્રવેશ મળ્યો? TMCએ દાવો કર્યો હતો કે, પોલીસે વાહન હટાવવા માટે આશ્વાસન આપ્યું હતું, પણ તેમ છતાં કેટલીયવાર સુધી વાહનો ત્યાં જ ઊભા હતા.
ચૂંટણી આયોગે આ અંગે શું કહ્યું?
જો કે, નિર્વાચન આયોગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, વાહન નજીકના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. પરંતુ તેમાં કંઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તેને જવા દેવામાં આવ્યા હતા.




