શુક્રએ આ 3 રાશિઓ પરથી નજર ફેરવી! વિપરીત રાજયોગ કરશે મોટું નુકસાન



ફાઇલ તસવીર
શુક્રએ આ 3 રાશિઓ પરથી નજર ફેરવી! વિપરીત રાજયોગ કરશે મોટું નુકસાન



ફાઇલ તસવીર
Viprit Rajyog 2026: 19 એપ્રિલે ધન, વૈભવ અને સુખનો કારક શુક્ર વૃષભ રાશિમાં ગોચર કરી ચૂક્યા છે. હવે તે 14 મે સુધી આ રાશિમાં રહેશે. આ રાશિના સ્વામી શુક્ર દેવ જ છે. તેથી અહીં શુક્રની સ્થિતિને મજબૂત માનવામાં આવે છે.
જો કે, શુક્ર જ્યારે કેન્દ્ર ભાવમાં પ્રવેશ કરે છે તો વિપરીત રાજયોગ બનાવે છે. એટલે કે વૃષભ રાશિમાં બેસેલા શુક્ર હાલ મિથુન, તુલા અને ધનુ રાશિમાં વિપરીત રાજયોગ બનાવશે, જે કેટલીક રાશિઓ માટે નકારાત્મ પરિણામ પણ આપી શકે છે.
મિથુન રાશિ
આ રાશિના 12મા ભાવમાં વિપરીત રાજયોગ બને છે. શુક્રની આ સ્થિતિ તમારો ખર્ચો વધારી શકે છે. બિનજરૂરી વસ્તુઓ પર વધારે ખર્ચો થઈ શકે છે. આ સમયે કોઈને ઉધાર ન આપવું અને ક્યાંય રોકાણ કરવું નહીં. સુખ-સુવિધાઓ પર વધુ પૈસા ન ખર્ચવા. જો કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદવી હોય તો થોડી રાહ જોવી પડે.
ઉપાયઃ દર શુક્રવારે લક્ષ્મી માતાની વિધિવત્ પૂજા કરીને શ્રીસૂક્તનો પાઠ કરવો.
તુલા રાશિ
આ રાશિના આઠમા ભાવમાં વિપરીત રાજયોગ બની રહ્યો છે. શુક્ર અહીં સીધી રીતે તમારી આર્થિક સ્થિતિને પ્રભાવિત કરશે. ધનની બચત કરવી મુશ્કેલ થશે. અચાનક બજેટ બહારનો ખર્ચો આવી શકે છે. જેનાથી તમારું બેંક-બેલેન્સ બગડી શકે છે. આ સાથે જ તમારા સુખ પણ આ દરમિયાન ઓછા થઈ શકે છે.
ઉપાયઃ શુક્રવારે શ્રીસૂક્ત કે કનકધારા સ્ત્રોતનો પાઠ કરવો. સાંજના સમયે સફેદ ચીજવસ્તુઓનું દાન કરવું જોઈએ.
ધનુ રાશિ
આ રાશિના છઠ્ઠા ભાવમાં વિપરીત રાજયોગ બની રહ્યો છે. તમારા કરિયર-ધંધાની સ્થિતિ બગડી શકે છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય કપરો છે અને થોડું સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે. આવનારો સમય તમારા માટે કપરો રહેશે. યોજનાઓનો અમલ કરવો મુશ્કેલ બનશે. શત્રુઓ તમારા પર હાવિ રહેશે અને તમારી યોજનાઓ બગાડવાના કાવતરા ઘડી શકે છે.
ઉપાયઃ મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની સંયુક્ત પૂજા કરે. ‘ઓમ શું શુક્રાય નમઃ’ કે ‘ઓમ દ્રાં દ્રીં દ્રૌં સઃ શુક્રાય નમઃ’નો જાપ કરવો જોઈએ.




