Get News Alerts

Never miss breaking news updates.

ટ્વિશા શર્મા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કહ્યું - દુર્ભાગ્યપૂર્ણ ઘટના, નિષ્પક્ષ તપાસ જરૂરી

Twisha Sharma Case: ટ્વિશા શર્માના કેસ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો હતો અને આજે એટલે કે સોમવારે તેની સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યુ હતુ કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આ કેસને સનસનીખેજ ન બનાવવાની પણ સલાહ આપી છે.
Admin
AdminUpdated on: 25 May 2026 11:59 AM IST
ટ્વિશા શર્મા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કહ્યું - દુર્ભાગ્યપૂર્ણ ઘટના, નિષ્પક્ષ તપાસ જરૂરીટ્વિશા શર્મા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કહ્યું - દુર્ભાગ્યપૂર્ણ ઘટના, નિષ્પક્ષ તપાસ જરૂરી

Twisha Sharma Case: ટ્વિશા શર્માના કેસ મામલે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો હતો અને આજે એટલે કે સોમવારે તેની સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યુ હતુ કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને તેની નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આ કેસને સનસનીખેજ ન બનાવવાની પણ સલાહ આપી છે.

સુપ્રીમ કોર્ટે ટ્વિશાના મોતને અપ્રાકૃતિક મોત ગણાવ્યું છે. સીજેઆઈ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે, આ કેસની બેથી ત્રણ બાજુ છે. પહેલી બીજા પોસ્ટમોર્ટમ સાથે જોડાયેલી છે, જે પૂર્ણ થઈ ગયું છે. તેમણે મીડિયાને અપીલ કરતા જણાવ્યુ હતુ કે, કેટલીક કાર્યવાહીમાં અમને દુખ થયું છે. અમે મીડિયા મિત્રોને અપીલ કરીએ છીએ કે, તેઓ પીડિત પરિવાર કે અન્ય પરિવારજનના નિવેદન ન લે. આ કેસને કાયદાકીય રીતે અને પ્રકિયા પ્રમાણે આગળ વધવા દે.

સુપ્રીમ કોર્ટે આદેશ આપતા સંભવિત પુરાવા અને આરોપીઓને મીડિયા નિવેદન આપવા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટના સોલિસિટર જનરલે સીબીઆઈ તપાસ સંબંધિત ઝડપથી નિર્ણય લેવામાં આવે તે વાતને આશ્વાસન આપ્યું હતું. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યુ હતુ કે, આવા દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો સામનો કરવાથી સારું છે કે દીકરીના છૂટાછેડા લઈ લેવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, અમે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય તે નક્કી કરીશું. આ ઉપરાંત તેમણે પીડિતા સહિત તેમના પરિવારજનોનું નિવેદન રેકોર્ડ ન કરવા મીડિયાને પણ અપીલ કરી છે. તેમના દર્દને સનસનીખેજ બનાવવામાં ન આવે તે વાત કરી છે. સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃતદેહનું તાત્કાલિક બીજું પોસ્ટમોર્ટમ કરાવવા માટે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના વખાણ કર્યા છે.

આરોપીના વકીલે સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે, પૂર્વ ન્યાયાધીશ અને ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહ મીડિયામાં તપાસ સંબંધિત કોઈપણ પ્રકારનું નિવેદન આપશે નહીં.

શું હતો સમગ્ર મામલો?
મધ્ય પ્રદેશના ભોપાલમાં 33 વર્ષીય કોર્પોરેટ પ્રોફેશનલ અને પૂર્વ અભિનેત્રી ટ્વિશા શર્માનું 12મી મેના દિવસે મોત નીપજ્યું હતું. ટ્વિશા ભોપાલ સ્થિત કટારા હિલ્સ વિસ્તારમાં સાસરીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ ટ્વિશાના પરિવારજનોએ સાસરીયાઓ પર ગંભીર આરોપો લગાવ્યાં છે, તેમનું કહેવું છે કે, તેમની દીકરીના મોત માટે સાસરીયાઓ જવાબદાર છે. ત્યારે સાસરીયાઓનું કહેવું છે કે, ટ્વિશાને નશાની આદત લાગી ગઈ હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.