Get News Alerts

Never miss breaking news updates.

12 દિવસ બાદ ટ્વિશાના અંતિમસંસ્કાર, રિટાયર્ડ જજ સાસુ ગિરિબાલાના ઘરે પહોંચી પોલીસ

Twisha Sharma Case: ટ્વિશા શર્માની મોતના 12 દિવસ બાદ તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. રવિવારે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશથી દિલ્હી એઇમ્સની ચાર સભ્યોની મેડિકલ ટીમે બીજીવાર પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાંજે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમની પ્રકિયા લગભગ 3.40 વાગ્યે પૂરી થયા પછી પાર્થિવ શરીરરને ભોપાલના ભદભદા વિશ્રામ ઘાટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
Admin
AdminUpdated on: 24 May 2026 06:37 PM IST
12 દિવસ બાદ ટ્વિશાના અંતિમસંસ્કાર, રિટાયર્ડ જજ સાસુ ગિરિબાલાના ઘરે પહોંચી પોલીસ12 દિવસ બાદ ટ્વિશાના અંતિમસંસ્કાર, રિટાયર્ડ જજ સાસુ ગિરિબાલાના ઘરે પહોંચી પોલીસ

Twisha Sharma Case: ટ્વિશા શર્માની મોતના 12 દિવસ બાદ તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. રવિવારે મધ્ય પ્રદેશ હાઇકોર્ટના આદેશથી દિલ્હી એઇમ્સની ચાર સભ્યોની મેડિકલ ટીમે બીજીવાર પોસ્ટમોર્ટમ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાંજે તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમની પ્રકિયા લગભગ 3.40 વાગ્યે પૂરી થયા પછી પાર્થિવ શરીરરને ભોપાલના ભદભદા વિશ્રામ ઘાટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન સાસુ ગિરિબાલા સિંહના ઘરે પોલીસ પહોંચી હતી. એઇમ્સ ડોક્ટરની ટીમ પણ સાથે હાજર હતી. પોલસે આત્મહત્યા કરી હતી, તે જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ અને ડોક્ટરની ટીમે સ્પોટ વેરિફિકેશન કર્યું હતું.

શબઘર બહાર ભાવુક માહોલ
શબઘર બહાર સમગ્ર દિવસ દરમિયાન ભાવુક માહોલ જોવા મળ્યો હતો. પરિવારજનો મૃતદેહની રાહતમાં રડતા જોવા મળ્યા હતા. જ્યારે મેડિકલ અને પ્રશાસનિક કામગીરી પૂરી કરવામાં આવતી હતી. પરિવારે પહેલાં જ નિર્ણય કર્યો હતો કે, અંતિમસંસ્કાર રવિવારે જ કરવામાં આવશે.

પિતાએ કરી હતી આ અપીલ
અંતિમ સંસ્કાર પહેલાં ટ્વિશાના પિતા નવનીધિ શર્માએ ભાવુક અપીલ કરતા કહ્યુ હતુ કે, ભોપાલવાસીઓ, સામાજિક કાર્યકર્તાઓ, મહિલાઓ અને યુવાનો અંતિમસંસ્કારમાં જોડાય. તેમણે કહ્યુ કે, તેમન દીકરી સપનાની સાથે નવા જીવનની શરૂઆત કરી રહી, પરંતુ અચાનક તે પહેલાં જ ખોવાઈ ગઈ. તેનાથી માત્ર પરિવાર જ નહીં, સમગ્ર સમાજ આઘાતમાં છે.

દિલ્હીથી આવી હતી એઇમ્સની ટીમ
એઇમ્સ દિલ્હીની ટીમે હાઇકોર્ટના આદેશ પ્રમાણે બીજીવાર પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ ટીમ શનિવારે રાતે ભોપાલ પહોંચી હતી અને રવિવારે સવારે એઇમ્સમાં સમગ્ર મામલે તપાસ શરૂ થઈ હતી. પરિવારે પહેલાં પોસ્ટમોર્ટમ પર કેટલાક સવાલો ઉઠાવ્યા હતા અને વિગતવાર તપાસની માગ કરી હતી.

પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, પહેલા પોસ્ટમોર્ટમમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોની તપાસ સારી રીતે થઈ નથી. જેમાં વાગ્યાના નિશાન, ગરદનની તપાસ અને અન્ય ફોરેન્સિક વિગતો પણ સામેલ છે.

12 મેના દિવસે મૃત મળી ટ્વિશા
ઉલ્લેખનીય છે કે, 33 વર્ષીય ટ્વિશા શર્મા 12મી મેના દિવસે ભોપાલના કટારા હિલ્સ સ્થિત સાસરીમાં મૃત મળી આવી હતી. પરિવારે દહેજ માટે ત્રાસ અને આત્મહત્યા માટે ઉકસાવવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે સાસરીયા પક્ષે તેના પર નશાની લતનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહ સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં પતિની ધરપકડ કરવામાં આવી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.