કર્ક રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 4 રાશિમાં થશે ઉતાર-ચડાવ



કર્ક રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, 4 રાશિમાં થશે ઉતાર-ચડાવ



Trigrahi Yog: વૈદિક જ્યોતિષમાં ગ્રહોનું ગોચર ખગોળીય ઘટના જેવું જ હોય છે. 22 જૂન, 2026ના રોજ ગ્રહોનો રાજકુમાર બુધ રાશિ પરિવર્તન કરીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. કર્ક રાશિમાં પહેલેથી જ દેવગુરુ બૃહસ્પતિ અને શુક્ર વિરાજમાન છે, તેથી આ ગોચર વધુ મહત્વનું છે. બુધ આવતાં જ કર્ક રાશિમાં ગુરુ, શુક્ર અને બુધની યુતિથી એક શક્તિશાળી ત્રિગ્રહી યોગ બનશે. જ્યોતિષશાસ્ત્રમાં ત્રણ ગ્રહો એકસાથે આવે તે ખૂબ જ પ્રભાવશાળી ગણવામાં આવે છે. પરંતુ શું આ યોગ તમામ રાશિઓ માટે લાભદાયક હશે?
કેમ દરેક માટે ત્રિગ્રહી યોગ લાભદાયક નથી?
કર્ક એક જળતત્વની રાશિ છે. જ્યાં ત્રણ ગ્રહોનું મિલન ભાવનાઓ અને તાર્કિક ક્ષમતા વચ્ચે અસંતુલન પેદા કરી શકે છે.
બુધ અને બૃહસ્પતિનો પ્રભાવઃ બુધ બુદ્ધિનો કારક છે, તો બૃહસ્પતિ જ્ઞાનનો. કર્ક રાશિમાં તેમની યુતિ કેટલીકવાર વ્યક્તિને અતિવિચારક બનાવી દે છે, જેનાથી નિર્ણય લેવામાં મુશ્કેલી થાય છે.
શુક્ર અને બુધની સ્થિતિઃ શુક્ર પ્રેમ અને સુખનું પ્રતિક છે. બુધ સાથે તેની યુતિ સંબંધોમાં મુશ્કેલી ઉભી કરે છે. ખાસ કરીને, તે લોકો માટે જેમની કુંડળીમાં પહેલેથી જ જળ તત્વનું પ્રાધાન્ય છે.
ભાવનાત્મક ઉતાર-ચડાવઃ કર્ક રાશિ ચંદ્રની રાશિ છે, જે મનનો કારક છે. આ ત્રણેય ગ્રહોને કારણે મનમાં બેચેની, અનિર્ણયની સ્થિતિ અને પારિવારિક વિવાદ વધવાની સંભાવના છે.
- મેષ રાશિઃ આ ગોચરથી મેષ રાશિના જાતકોને વાણીમાં સંયમ રાખવાની જરૂરિયાત છે. પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. કાર્યસ્થળે સહકર્મીઓ સાથે તાલમેલ ગોઠવવામાં વાંધો આવી શકે છે.
- સિંહ રાશિઃ બુધ, શુક્ર અને ગુરુની આ યુતિ સિંહ રાશિવાળા લોકો માટે ખર્ચો વધારી શકે છે. અચાનકથી ધનહાનિના યોગ બની શકે છે, તેથી બજેટ બનાવીને ચાલવામાં સમજદારી રહેશે.
- ધનુ રાશિઃ ધનુ રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન માનસિક તણાવ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનો દબાવ રહેશે.
- મીન રાશિઃ મીન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ મિશ્રિત ફળ આપશે. જો કે, તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે, પરંતુ પ્રેમ-સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે.
નકારાત્મક પ્રભાવને ઓછો કરવાનો સરળ ઉપાય
જો તમે આ ગોચર દરમિયાન કોઈપણ પ્રકારની નકારાત્મકતા અનુભવો છો તો, આ ઉપાય તમને મદદ કરી શકે છે.
ગણેશ ઉપાસનાઃ બુધના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે દરરોજ ગણેશજીને દુર્વા અર્પણ કરવી. ‘ઓમ ગં ગણપતયે નમઃ’નો જાપ કરવો.
શિવલિંગ પર જળ ચડાવવુંઃ કર્ક રાશિ ચંદ્રની રાશિ છે, તેથી ભગવાન શિવની પૂજા આ સમયગાળા દરમિયાન ખૂબ જ ફળદાયી સિદ્ધ થાય છે.
સફેદ વસ્તુઓનું દાનઃ માનસિક શાંતિ માટે સોમવારના દિવસે ચોખા અને દૂધનું દાન કરવું.
તુલસીની સેવાઃ નિયમિત તુલસીના છોડમાં પાણી ચડાવવું, તેનાથી ઘરની ઊર્જા શુદ્ધ રહે છે.




