
બુધવારે ભારતીય બજારમાં સોના અને ચાંદીમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. બંને કિંમતી ધાતુઓ મર્યાદિત દાયરામાં ટ્રેડ થઈ રહી હતી. રોકાણકારોની નજર હવે અમેરિકન ફેડરલ રિઝર્વની બેઠકના પરિણામ પર છે, જેની જાહેરાત બુધવારે મોડી સાંજે થવાની છે.

સતત બે ટ્રેડિંગ સેશન સુધી દબાણ હેઠળ રહેલા સોના અને ચાંદીના ભાવોમાં ગુરુવારે ફરીથી તેજી જોવા મળી હતી. શરૂઆતમાં બંને કિંમતી ધાતુઓ નબળાઈ સાથે ખુલ્યાં હોવા છતાં બાદમાં ખરીદદારો સક્રિય થતાં ભાવોમાં સુધારો નોંધાયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના વાયદા ભાવોમાં અડધા ટકાની આસપાસનો વધારો જોવા મળ્યો હતો.