
મોનસૂનની ઋતુ તેની ઠંડી હવા અને વરસાદી માહોલ માટે જાણીતી છે, પરંતુ આ સાથે આવતી ભેજ અને ઉકળાટ ત્વચાને તેલી અને ચીકણી બનાવી દે છે. આવા સમયમાં ચહેરા પર વધારાનો તેલ, પસીનો અને ધૂળ જમા થઈ જાય છે, જેના કારણે સ્કિન ડલ અને બિનઆકર્ષક લાગી શકે છે. ત્વચાને સ્વચ્છ, તાજી અને ઓઇલ-ફ્રી રાખવા માટે કેટલાક સરળ પરંતુ અસરકારક ઉપાયો અપનાવી શકાય છે.

ગરમી, ધૂળ અને પરસેવાના કારણે ઉનાળામાં ચહેરાની તાજગી અને ચમક જાળવી રાખવી સરળ નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો ઘરગથ્થુ ઉપાયોનો સહારો લે છે, જેમાં મુલતાની માટી સૌથી વધુ લોકપ્રિય માનવામાં આવે છે. મુલતાની માટી ત્વચા પરથી વધારાનું તેલ, ધૂળ અને ગંદકી દૂર કરવામાં મદદ કરે છે, પરંતુ તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ત્વચાને ફાયદા કરતાં નુકસાન પણ પહોંચાડી શકે છે.