
Kheda જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. નડિયાદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.

Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ચિતલાઓ ગામથી સરદારપુરા ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાયી થતાં બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. આજે સવારે આશરે 10 વાગ્યાના અરસામાં આ ઘટના બનતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.