
USA માં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે, તો બીજી તરફ નવા વિદ્યાર્થીઓના પ્રવેશમાં ઘટાડો નોંધાયો!.

અમેરિકામાં અભ્યાસ કરવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના નવા સ્ટુડન્ટ વિઝા નિયમો હેઠળ F-1 અને J-1 વિઝાધારકો માટે રહેવાની મહત્તમ મર્યાદા ચાર વર્ષ નક્કી કરવાની તૈયારી છે, જેના કારણે લાંબા સમયના કોર્સ અને સંશોધન કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ અધવચ્ચે જ અમેરિકા છોડવાની નોબત આવી શકે છે.