સતત બે ટ્રેડિંગ સેશન સુધી દબાણ હેઠળ રહેલા સોના અને ચાંદીના ભાવોમાં ગુરુવારે ફરીથી તેજી જોવા મળી હતી. શરૂઆતમાં બંને કિંમતી ધાતુઓ નબળાઈ સાથે ખુલ્યાં હોવા છતાં બાદમાં ખરીદદારો સક્રિય થતાં ભાવોમાં સુધારો નોંધાયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના વાયદા ભાવોમાં અડધા ટકાની આસપાસનો વધારો જોવા મળ્યો હતો.