
Ahmedabad Crime Branch : અમદાવાદ શહેરમાં 18 વર્ષથી ઓછી વયના કુલ 30 સગીર બાળકો ગુમ થયેલા હોવાની માહિતી સામે આવી છે.

વડોદરાના છાણી વિસ્તારમાંથી ગુમ થયેલી 14 વર્ષની સગીરાને ગુજરાત પોલીસે કર્ણાટકના શિવમોગાથી સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. લગભગ 1,200 કિલોમીટર દૂર સુધી પહોંચીને હાથ ધરાયેલા આ સફળ **'ઓપરેશન મિલાપ'**ની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રશંસા કરી છે.