
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે તળાજાની જય જનની સાયન્સ સ્કૂલ ખાતે 10 ઓગસ્ટ, 2026ના રોજ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં એશિયાટિક સિંહના સંરક્ષણ અને તેના મહત્વ અંગે જાગૃતિ આવે તે હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા DFO યોગેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સિંહ દિવસ નિમિત્તે માર્ગદર્શન આપી વન્યજીવ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

વિશ્વભરમાં દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકમાં સિંહ સંરક્ષણને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એશિયાટિક સિંહોના મુખ્ય નિવાસસ્થાન એવા સાસણ ગીર ખાતે વન વિભાગ અને સ્થાનિક લોકોના સંયુક્ત પ્રયાસોથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાઈને સંદેશ પાઠવ્યો હતો.