Trinmool Congress: તૃણમૂલ કોંગ્રેસમાં ઉથલપાથલ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, દિલ્હીમાં ટીએમસીમાં ભાગલા પડી રહ્યા છે. ટીએમસીના વીસ સાંસદો એક અલગ જૂથ બનાવે તેવી અપેક્ષા છે. આ 20 સાંસદો ટૂંક સમયમાં ટીએમસીથી અલગ થઈ જશે. સોમવારે દિલ્હીમાં આ મામલે મહત્વપૂર્ણ ઘટનાક્રમ બન્યો હતો. આ સાંસદોએ લોકસભામાં અલગ બેઠક વ્યવસ્થાની માગણી કરતો સ્પીકરને પત્ર લખ્યો છે.