Independence Day 2026 : દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલ વચ્ચે થઈ રહી છે. દેશના વિવિધ ખૂણાઓમાં લોકો અને સંસ્થાઓ દ્વારા અલગ-અલગ રીતે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની એક અનોખી અને રોમાંચક ઉજવણી જોવા મળી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું.