ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. દેશનું પ્રથમ ‘મેડ ઇન ઈન્ડિયા’ C295 સૈન્ય પરિવહન વિમાન સફળતાપૂર્વક આકાશમાં ઉડ્યું છે. ગુજરાતના વડોદરામાં એરબસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા એસેમ્બલ કરાયેલા આ વિમાનની સફળ ઉડાનને આત્મનિર્ભર ભારત અભિયાનની મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.