કાર ખરીદવાની તૈયારી કરી રહેલા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તે 1 જુલાઈ 2026થી પોતાની તમામ પેસેન્જર કાર અને SUVની કિંમતોમાં મહત્તમ 1.5 ટકા સુધીનો વધારો કરશે. આ વધારો પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનો (EV) સહિત સમગ્ર પોર્ટફોલિયો પર લાગુ પડશે.