Mumbai Hotel Terror Threat Taj Trident: તાજમહેલ પેલેસ અને ટ્રાઇડેન્ટ હોટેલ પર આતંકવાદી હુમલાની ધમકી મળ્યા બાદ મુંબઈમાં હડકંપ મચી ગયો હતો. ધમકીભર્યા ફોન કોલ કરનાર શંકાસ્પદ વ્યક્તિને મુંબઈ પોલીસે સાયન વિસ્તારમાંથી ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ તાજમહેલ પેલેસ હોટેલ અને ટ્રાઇડેન્ટ હોટેલને આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે બંને હોટલોને નિશાન બનાવી શકાય છે.