
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામે કરવા જઈ રહી છે. બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ અને મુખ્ય કોચ Gautam Gambhirએ મહિલા ટીમને શુભકામનાઓ પાઠવી છે.

ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જેમણે વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેઓ આ સીઝનમાં સાવ ફિક્કા સાબિત થયા છે. બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ માટે 11 મેચમાં માત્ર 3 વિકેટ લીધી છે અને તેમનો ઈકોનોમી રેટ પણ 8.51 રહ્યો છે. અન્ય ખેલાડીઓમાં શિવમ દુબે 10 મેચમાં માત્ર 165 રન જ બનાવી શક્યા છે, જ્યારે અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતી વખતે 12 મેચમાં માત્ર 100 રન બનાવ્યા છે. અક્ષરે બોલિંગમાં 10 વિકેટ જરૂર લીધી છે, પરંતુ બેટિંગમાં તેમનું ફોર્મ ચિંતાજનક છે.

T20 World Cup 2026 Match Fixing: T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ રમાયો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું અને ત્રીજી વખત ટાઇટલ જીત્યું. આ ટુર્નામેન્ટ સમાપ્ત થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હવે આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના એન્ટી-કરપ્શન યુનિટે (ACU) એ T20 વર્લ્ડ કપ 2026 ની એક મેચની તપાસ શરૂ કરી છે. મેચ ફિક્સિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે.