સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ ઈજનેર રસીકભાઈ મગનભાઈ પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. તપાસમાં તેમની કાયદેસરની આવક કરતાં રૂ. 68.98 લાખની વધુ સંપત્તિ હોવાનું સામે આવતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.