શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચાલતા 'નશા મુક્તિ જમ્મુ-કાશ્મીર અભિયાન' અંતર્ગત શ્રીનગર પોલીસે ડ્રગ્સ તસ્કરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અંદાજે ₹8 કરોડની કિંમતની 10 અચળ મિલકતો જપ્ત કરી છે. આ કાર્યવાહી NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબ્સ્ટાન્સ) એક્ટ હેઠળ કરવામાં આવી છે. પોલીસે શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં વિવિધ કુખ્યાત ડ્રગ્સ તસ્કરોની રહેણાંક મિલકતોને સીલ કરી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં બે માળ,...