નવી દિલ્હી: સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારણા માટે જાણીતા સોનમ વાંગચુકે લદ્દાખ પરત ફરતી વખતે પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. આ અનુભવ બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને ભારતીય રેલવે અને વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે આર્ચ બ્રિજની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. વીડિયોમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે તેમને ટ્રેનમાં મુસાફરી કરવી હંમેશા ગમે...