
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સના સ્વતંત્રતાના સુવર્ણ જયંતિ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જોડાયા હતા. આ પ્રસંગે તેમણે ભારત અને સેશેલ્સ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કહ્યું કે ભારતને સેશેલ્સના વિકાસમાં વિશ્વાસુ મિત્ર અને ભાગીદાર બનવાનો ગર્વ છે.

PM નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય સરકારી મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા છે. સેશેલ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દેશના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાતે તેઓ આ ટાપુ દેશના નેશનલ ડેની ગોલ્ડન જ્યુબિલી સમારોહમાં પણ હાજરી આપશે.