અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવી RCB એ સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીતમાં વિરાટ કોહલીની ધમાકેદાર બેટિંગથી લઈને ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ સુધી અનેક ખેલાડીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ચાલો જાણીએ તે 5 ખેલાડીઓ વિશે જેમણે RCBને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.