સમાજમાં મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની એક રાજપૂત મહિલાએ પરંપરાગત માન્યતાઓને પાછળ રાખી આત્મનિર્ભરતાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. સ્કૂલ વાન ચલાવવાનો વ્યવસાય સ્વીકારી તેમણે માત્ર પોતાની ઓળખ જ બનાવી નથી, પરંતુ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.