
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે સવારે ‘જનતા દર્શન’ કાર્યક્રમ યોજીને વિવિધ જિલ્લાઓમાંથી આવેલા લોકોની ફરિયાદો અને સમસ્યાઓ સાંભળી હતી. મુખ્યમંત્રીએ દરેક અરજદાર સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી અને અધિકારીઓને તમામ યોગ્ય ફરિયાદોનું સમયબદ્ધ અને નિષ્પક્ષ રીતે નિરાકરણ લાવવા સૂચના આપી હતી.

Jamnagar District Coordination Committee Meeting: કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્ય સર્વશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ ચાવડા અને શ્રી હેમંતભાઈ ખવા દ્વારા લોકાભિમુખ અને જનકલ્યાણલક્ષી વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ થયેલા તમામ પ્રશ્નો અને પ્રજાકીય સમસ્યાઓનો હકારાત્મક તેમજ સમયમર્યાદામાં ત્વરિત...