Prahlad Joshi Education Ministry: કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય હેઠળ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાનની ભલામણના આધારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. પ્રહલાદ જોશી હાલ ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છે. હવે તેઓ પોતાના વર્તમાન વિભાગોની સાથે શિક્ષણ મંત્રાલયનું કામકાજ પણ સંભાળશે....