પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 135મા એપિસોડમાં મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની મહિલાઓના અનોખા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે આ મહિલાઓએ પ્લાસ્ટિકના કચરાને સમસ્યા નહીં પરંતુ ઉકેલમાં ફેરવી સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.