
ફિફા વર્લ્ડ કપ 2026માં મોટો અપસેટ સર્જાયો છે. ચાર વખતની વિશ્વ ચેમ્પિયન જર્મનીને પેરાગ્વેએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવી ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. નિર્ધારિત સમય 1-1થી ડ્રો રહ્યા બાદ રમાયેલા શૂટઆઉટમાં પેરાગ્વેએ દબાણ વચ્ચે શાનદાર રમત બતાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલ (છેલ્લા-16)માં સ્થાન નિશ્ચિત કર્યું.

ફીફા વર્લ્ડ કપ 2026ના સહ-યજમાન દેશ અમેરિકાએ પોતાના અભિયાનની શરૂઆત શાનદાર જીત સાથે કરી છે. પરાગ્વે સામે રમાયેલી મેચમાં અમેરિકાએ સર્વાંગી પ્રદર્શન કરતા 4-1થી એકતરફી વિજય મેળવ્યો હતો. ફોલારિન બાલોગુનના બે ગોલની મદદથી અમેરિકાએ ટૂર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી છે.