અરવલ્લી જિલ્લામાં ચોમાસાએ હવે જોર પકડતાં રેલ્લાવાડા ગામ પાસે વહેતી માઝુમ નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. ઉપરવાસ વિસ્તારમાં થયેલા સારા વરસાદ તેમજ ગત રાત્રે જિલ્લામાં વરસેલા વરસાદના પગલે નદીમાં પાણીનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે સીઝનમાં પ્રથમ વખત રેલ્લાવાડા વિસ્તારનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ચેકડેમ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.