Oman News: ઓમાનના રાસ અલ હદ્દ કિનારે 14 ભારતીયોને લઈને જતી એક પરંપરાગત ધૂ (બોટ) અચાનક દરિયામાં ડૂબી ગઈ હતી. એક વિશાળ બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. યુએસ નેવીએ દરિયાકાંઠાના અધિકારીઓ અને ભારતીય નૌકાદળને કટોકટીની જાણ કરી હતી, જેના કારણે તમામ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી.