ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી વન-ડે મેચમાં 170 રને ભવ્ય જીત નોંધાવી હતી. આ જીતમાં વિકેટકીપર બેટ્સમેન Ishan Kishanએ 125 રનની તોફાની ઇનિંગ્સ રમી મહત્વની ભૂમિકા ભજવી હતી. લાંબા સમય બાદ વન-ડે ટીમમાં વાપસી કરનાર ઈશાને જણાવ્યું કે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી મેદાનમાં ઉતરવું તેના માટે ગર્વની ક્ષણ છે.