Nepal Government: નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહના નેતૃત્વ હેઠળની સરકારમાં મોટાભાગના મંત્રીઓ 40 વર્ષથી ઓછી ઉંમરના છે. ઝેન-જી ચળવળને પગલે નેપાળમાં ખરેખર ઝેન-જી સરકારની રચના થઈ છે. અગાઉની સરકારોમાં પરંપરાગત પક્ષો ફક્ત એક કે બે યુવાન મંત્રીઓની નિમણૂક કરતા હતા, પરંતુ આ વખતે 10 યુવાનોને મંત્રીપદ આપવામાં આવે તેવી શક્યતા છે.