ગાંધીનગરમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસના ભાગરૂપે મોટી ભોયણ ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ કાર્યક્રમમાં હાજરી આપી શાળાનું ઉદ્ઘાટન કર્યું, જ્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.