અમિતાભ બચ્ચનની અવાજની મિમિક્રીથી લોકપ્રિય બનેલા સુદેશ ભોસલે આજે પણ ચાહકોનું મનોરંજન કરી રહ્યા છે
હિન્દી ફિલ્મ જગતના જાણીતા , મિમિક્રી કલાકાર અને ડબિંગ આર્ટિસ્ટ સુદેશ ભોસલે 1 જુલાઈએ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમિતાભ બચ્ચનની અવાજની હૂબહૂ નકલ કરવાની અનોખી કળાને કારણે તેમણે બોલીવૂડમાં વિશેષ ઓળખ બનાવી છે. ગાયકી, મિમિક્રી અને ડબિંગના ક્ષેત્રમાં ત્રણ દાયકાથી વધુ સમયથી સક્રિય રહેલા સુદેશ ભોસલે આજે પણ પોતાની બહુમુખી પ્રતિભાથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.
Growth Now News