ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને વેગ: ₹1,567 કરોડના 15 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી
ગુજરાત સરકારે રાજ્યની ઔદ્યોગિક નીતિ-2015 હેઠળની ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ ₹1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરી છે. આ રોકાણોથી રાજ્યમાં અંદાજે 1,238 રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ મંજૂરીઓ યોજનાના અંતર્ગત મોટા ઉદ્યોગોને ફાઇનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ આપતી સમિતિની બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠક નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
Rupin Bakraniya