લખનઉ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત, PM મોદીએ કરી આર્થિક સહાયની જાહેરાત
લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી, જેમાં લગભગ દોઢ ડઝન લોકોના મોત થયાના અહેવાલ છે. એવું કહેવામાં આવ્યું છે કે આગ એક પાલતુ પ્રાણીની દુકાનમાં લાગી હતી, જેણે પછી આખી ઇમારતને લપેટમાં લીધી હતી. આ ઇમારતમાં એક પેટ શોપ, પુસ્તકાલય, ગેમિંગ એરિયા અને એક કોચિંગ સેન્ટર પણ હતું.
Rupin Bakraniya