Lionel Messi Hat Trick: આર્જેન્ટિનાને સતત બીજા ફિફા વર્લ્ડ કપ ટાઇટલ અપાવવાનું લક્ષ્ય રાખતા લિયોનેલ મેસ્સીએ પ્રથમ મેચમાં જ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેણે અલ્જેરિયાના ડિફેન્સને તોડી નાખ્યું, માત્ર એક કે બે ગોલ જ નહીં પણ હેટ્રિક પણ કરી હતી. પોતાની 200મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા મેસ્સીએ 17મી મિનિટે ગોલ કરીને શરૂઆત કરી અને 76મી મિનિટે ત્રીજો ગોલ કર્યો હતો અને આર્જેન્ટિનાએ અલ્જેરિયાને 3-0થી હરાવ્યું હતું.