ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા એશિયાઈ સિંહોને લઈને થયેલા નવા વૈજ્ઞાનિક અભ્યાસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. સ્ટડી અનુસાર, ગીર બહાર રહેતા સિંહો પાળેલા પશુઓ કરતાં મુખ્યત્વે નીલગાય અને જંગલી સૂઅર જેવા જંગલી શિકાર પર નિર્ભર રહે છે. આ તારણથી સિંહો અંગેની જૂની માન્યતા બદલાઈ છે અને ખેડૂતોને પણ આથી પરોક્ષ લાભ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.