
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલન અને પહાડ પરથી પથ્થરો પડતાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે. જેના કારણે અમરનાથ યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહેલા સેંકડો શ્રદ્ધાળુઓ કાજીગુંડના મીર બજાર સ્થિત યાત્રી નિવાસમાં અટવાઈ ગયા છે.

Sikkim Tunnel Collapse: સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન એક ટનલ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગઈ. આ ઘટના અંગે નામચીના પોલીસ અધિક્ષક સોનમ ડોલ્માએ જણાવ્યું હતું કે લગભગ 27 લોકો સુરંગની અંદર ફસાયેલા હોવાની આશંકા છે, જ્યારે અત્યાર સુધીમાં 10 મૃતદેહો મળી આવ્યા છે. "અમારા હાલના અંદાજ મુજબ, લગભગ 27 લોકો ફસાયેલા હતા. આ સંખ્યા બદલાઈ શકે છે, પરંતુ અમારી માહિતીના આધારે તે...