વેનેઝુએલામાં બે મોટા અને વિનાશકારી ભૂકંપ બાદ હવે ફરી એકવાર ધરતી હલતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દેશના મધ્ય ભાગમાં શનિવારે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા કારાકાસ સહિત અનેક વિસ્તારોમાં લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. સતત આવતા આફ્ટરશોક્સને કારણે પરિસ્થિતિ વધુ તણાવભરી બની રહી છે.